Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને ગ્લોબલ લીડર બનાવવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમ થકી વિકસેલ સુદ્રઢ સેમિકોન ઇકોસિસ્ટમના કારણે ગુજરાત બન્યું છે સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ. ગુજરાતની ચરખાથી ચીપ સુધીની યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ) ફેસિલિટી, જેનું તા.4 જુલાઈ, 2026 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે થશે ઉદઘાટન. #SemiconHubGujarat
4
19
37
5,920
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વાર મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલ વર્ગ-3 સંવર્ગના 2389 મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
7
25
88
10,406
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોને વધુ સરળ, ઝડપી અને સુગમ રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી iRCMS (Integrated Revenue Case Management System) પોર્ટલ પર મહેસૂલી કેસોની e-Filing સુવિધા, QR આધારિત ફિડબેક સિસ્ટમ REVA (Revenue Voice and Assistance), ટુકડા ધારા-1947માં કરાયેલા ઐતિહાસિક સુધારા તેમજ iORA પોર્ટલ પર નવી જનહિતલક્ષી સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે નવનિર્મિત સબ-રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ નવસારી ખાતે નવનિર્મિત નિવાસી અધિક કલેક્ટરના ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સિટી સર્વે નકશાઓનું ડિજિટલાઇઝેશન કરી તેને GIS (Geographic Information System) ફોર્મેટમાં રૂપાંતરિત કરીને ચોકસાઈયુક્ત ડેટાબેઝ તૈયાર કરવા માટે ગુજરાત સરકાર અને સર્વે ઓફ ઇન્ડિયા વચ્ચે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.
3
15
22
938
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ તલાટીઓને મહેસૂલ વિભાગની કરોડરજ્જૂ ગણાવી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ધ્યેયમંત્ર સાથે નાગરિકોને મદદરૂપ થવાની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત તલાટીઓને તેમનું કાર્ય નૈતિક જવાબદારીરૂપે સુપેરે અદા કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ સંકલ્પને સાકાર કરવા ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
2
13
21
751
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહેસુલી તલાટી વર્ગ-૩ સંવર્ગના નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત સમારોહ તથા નવીન મહેસૂલી સેવાઓનો શુભારંભ. સ્થળઃ ટાઉન હોલ, ગાંધીનગર nitter.app/i/broadcasts/1mxPaaejW…
4
18
45
22,088
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજી ‘સ્વચ્છ ગુજરાત’નું નિર્માણ કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
37
62
24,409
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં 11 વર્ષ પહેલાં શરૂ થઈ નવા ભારતની ડિજિટલ યાત્રા. ડિજિટલ સુપરપાવર બનવાના માર્ગ પર અગ્રેસર ભારતમાં ‘ડિજિટલ ભારત, વિકસિત ભારત’ની સંકલ્પના સાથે ગામેગામ પહોંચ્યું ઇન્ટરનેટ કનેક્શન, આંગળીના ટેરવે ઉપલબ્ધ બની પેપરલેસ-એફર્ટલેસ ડિજિટલ જનસેવાઓ, UPI થકી શક્ય બન્યું ડિજિટલ પેમેન્ટ તથા AI તેમજ સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરની ઇકોસિસ્ટમનો થયો વિકાસ. #11YearsOfDigitalIndia
3
23
45
7,143
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હ્સ્તે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ‘વિકસીત ગુજરાત @ 2047’ ઇમ્પ્લીમેન્ટેશન રોડ મેપનું નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રીશ્રીઓ તેમજ મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ.હસમુખ અઢીયા તથા વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સુસંગત ‘વિકસિત ગુજરાત 2047’ અમલીકરણ રોડમેપને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસ યાત્રાનો એક નિર્ણાયક પડાવ ગણાવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે તેમાં રાજ્યોની પણ સક્રિય સહભાગિતાથી સર્ગગ્રાહિ વિકાસની તેમની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સામાન્ય માનવીની સુખાકારી અને આર્થિક આધારને વધુ સુદ્રઢ બનાવવા અપનાવેલ ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના કોન્સેપ્ટને પુર્ણ કરવામાં GRITના આ રોડમેપનું અમલીકરણ દિશાદર્શક બનશે એન તેમણે જણાવ્યું હતું.
6
48
158
8,719
‘સ્વસ્થ ગુજરાત, સશક્ત ભારત’ તરફનું નવું સોપાન- હેલ્થ પાસપોર્ટ ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વસ્થ ભારત’ માટે ‘સ્વસ્થ બાળપણ’ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની અનોખી પહેલ એટલે - ‘હેલ્થ પાસપોર્ટ’. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ બાળકોનું સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરતી આ યોજના અંતર્ગત રાજ્યના 18 વર્ષ સુધીના 1.89 કરોડ બાળકોનું 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે સ્ક્રીનિંગ કરી સ્થળ પર જ પાસપોર્ટ આપવામાં આવશે, જેમાં ​જન્મથી કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, પોષણ સ્તર અને ચાર મુખ્ય કેટેગરીની બીમારીઓ (4D) ટ્રેક કરતું આ ‘માસ્ટર ચાઇલ્ડ હેલ્થ ડોક્યુમેન્ટ’ ડિજિટલ પોર્ટલ સાથે સંકલિત રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતાં બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે. #GujaratGauravGatha
2
39
61
7,465
PM marks 11 years of Digital India, says initiative strengthened the foundation of a Viksit Bharat nm-4.com/wagYBg via NaMo App #11YearsOfDigitalIndia
2
15
28
6,056
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આજના 'રાષ્ટ્રીય ડોક્ટર દિવસ'ની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજાના પૂરક છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા થકી સ્વાસ્થ્ય માટે હાથ ધરવામાં આવેલ અનેકવિધ પહેલની રૂપરેખા આપવાની સાથોસાથ સ્વચ્છતાને સ્વભાવ બનાવી ‘સ્વચ્છ ગુજરાત’ના નિર્માણ માટે સહિયારા પ્રયાસ કરવા સૌને અનુરોધ કર્યો હતો.
12
20
690
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત તા.1 થી 7 જુલાઈ સુધી ચાલનારા રાજ્યની તમામ 12,000 જેટલી જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સ્વચ્છતા મહાઅભિયાન ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ અવસરે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું તેમજ સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજી ‘સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત’ માટેની નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી.
4
43
124
8,497
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના તમામ આરોગ્ય મંદિરો માટેના 'નમો સ્વચ્છતા અભિયાન'ના રાજ્યવ્યાપી શુભારંભની સાથોસાથ બાળકના જન્મથી લઈને પ્રથમ છ મહિના સુધી નવજાત શિશુના તંદુરસ્ત વિકાસ માટે અમૃત સમાન માતાના દૂધના મહત્ત્વ બાબતે જનજાગૃતિ માટે રાજ્યવ્યાપી ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ કરાવી તેની માર્ગદર્શિકા અને ફ્લિપચાર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
1
13
25
873
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ' સંકલ્પ સાથે ઔદ્યોગિક ઉત્કર્ષની નવી ક્ષિતિજો સર કરવા સજ્જ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
39
53
7,499
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ. nitter.app/i/broadcasts/1pJdRROdj…
1
24
37
6,101
દેશની આર્થિક પ્રગતિના સારથી અને ગુજરાતને ઇકોનોમિક પાવરહાઉસ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રોને આજના #CharteredAccountantsDay ની શુભેચ્છાઓ..!
3
22
67
5,786
સ્વાસ્થ્યના રક્ષક અને માનવતાના સેવક એવા સૌ તબીબોને આજના #NationalDoctorsDay ની શુભકામનાઓ..! અવિરત સેવા, અપ્રતિમ સમર્પણ અને અનન્ય તબીબી કૌશલ્ય થકી દર્દીઓમાં નવજીવનનો સંચાર કરનાર અને 'સ્વસ્થ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરનાર સમગ્ર ડૉક્ટર સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.
3
18
51
6,727
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વસમાવેશી વિકાસનો જે ધ્યેય રાખ્યો છે, તે VGRC માં આપણને સ્પષ્ટપણે ચરિતાર્થ થતો દેખાયો છે. તેમણે આ મધ્ય ગુજરાતની ચોથી VGRC ના સફળ આયોજનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય કોન્ફરન્સમાં કુલ 3.34 લાખ કરોડના રોકાણ સાથે 3759 MoU થયા છે. તેમણે આ રોકાણો ગુજરાતના GDP અને માથાદીઠ આવકમાં વધારો કરવામાં તેમજ રોજગારીના નવા અવસર સર્જવા રાજ્ય સરકારે નક્કી કરેલ લક્ષ્યાંકોને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી નેમ વ્યક્ત કરી, આ સમિટને સફળ બનાવવા બદલ ટીમ ગુજરાતના સૌ કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ VGRC થકી રાજ્યના વિકાસનો નવો અધ્યાય રચી, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #VGRCCentralGujarat
7
16
828
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત 'વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'ના સમાપન સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'ના સફળ આયોજનની રૂપરેખા દર્શાવતા કમ્પેનિયનનું વિમોચન તેમજ વિવિધ સફળ ઉદ્યોગસાહસિકો તેમજ કારીગર-કસબીઓને ચેક અને એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. #VGRCCentralGujarat
3
22
65
9,882
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે #VGRCCentralGujarat અંતર્ગત વડોદરા ખાતે આયોજિત એક્સ્પોની આજે મુલાકાત લઈને MSME, સ્ટાર્ટ-અપ્સ, ઓટોમોબાઈલ, હસ્તકલા ઉપરાંત અત્યાધુનિક ટેક્નોલોજીને પ્રદર્શિત કરતા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમજ વિવિધ પ્રોડક્ટસ અને ઉદ્યોગ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી.
2
34
85
7,712